Type Here to Get Search Results !
તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

સમર સ્કીલ વર્કશોપ યોજના

Prakashkumar Gamit 0

 સમર સ્કીલ વર્કશોપ યોજના



    અરજીનો પ્રકાર : ઓનલાઇન

અરજી કરવાની છેલ્લી તારીખ :૨૩/૦૫/૨૦૨૩

    રાજ્યમાં કાર્યરત ઔદ્યોગિક એકમો ખાતે કુશળ માનવબળ ઉપલબ્ધ કરાવવા રોજગાર અને તાલીમ નિયામકની કચેરી દ્વારા દરેક તાલુકા ખાતે સરકારી આદ્યોગિક તાલીમ સંસ્થાઓ શરુ કરવામાં આવેલ છે. રાજ્યમાં ૨૮૮ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા, ૧૧૧ ગ્રાન્‍ટ ઈન એઈડ ઔદ્યોગિક તાલીમ કેન્‍દ્રો, અને ૧૯૭ સ્‍વ-નિર્ભર ઔદ્યોગિક તાલીમ કેન્‍દ્રો મળી કુલ - ૫૯૬ સંસ્‍થાઓમાં રાષ્ટ્રીય તથા રાજ્યકક્ષાના વિવિધ ૧૩૨ વ્યવસાયોમાં ૨,૧૯,૪૬૮ બેઠકોમાં વ્‍યવસાયિક તાલીમની સુવિધા ઉપલબ્‍ધ છે.


    ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ વ્યવસાયિક તાલીમ અંગેની પ્રાથમિક જાણકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળી રહે તે હેતુથી રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકેશનના સમયગાળા દરમિયાન શાળાના ધોરણ–૮ કે તેથી વધુ અભ્યાસ કરતા આશરે ૧ (એક) લાખ જેટલા વિધાર્થીઓને વિનામુલ્યે તાલીમ આપવા રાજ્યની દરેક સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે સમર સ્કીલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા), ગાંધીનગર થી શુભારંભ કરવામાં આવનાર છે. 

    આ તાલીમથી વિદ્યાર્થીઓને વોકેશનલ તાલીમ પ્રત્યે જાગૃતતા વઘશે, હાઉસ હોલ્ડ સ્કિલ એકટિવીટીમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓનો સ્કિલ ટ્રેનીંગ પ્રત્યેનો ઉત્સાહ વઘશે, સ્કિલ એકટીવીટી પ્રત્યે રસ કેળવશે તેમજ સ્કિલ ટ્રેનીંગ અંગેનો અભિગમ પણ બદલાશે.

    રાજયની તમામ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં કુલ- ૧૦ કલાકની સમર સ્કીલ વર્કશોપ ટ્રેનીંગ અંતર્ગત ૨૦ તાલીમાર્થીની બેચ મુજબ તાલીમ આપવાનું આયોજન છે.


વધુ માહિતી માટે અહીં  : ક્લિક કરો

•  સમર સ્કીલ વર્કશોપ યોજનામાં રજીસ્ટર કરવા અહી ક્લીક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.