ગુજરાત ટ્રાયબલ શાળાઓ ભરતી 2026 – શિક્ષક અને શૈક્ષણિક સ્ટાફ માટે ભરતી જાહેરાત
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા ભરતી જાહેરાત
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર સંચાલિત તથા આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત સુરત જિલ્લાના શાળાઓમાં વર્ષ 2026-27 માટે શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
આ ભરતી 11 માસના કરાર આધારિત તથા તદન હંગામી ધોરણે કરવામાં આવશે. ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
🏫 ભરતી સંસ્થા
- ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES), ગાંધીનગર
- આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર
📌 ભરતી પ્રકાર
- કરાર આધારિત ભરતી
- 11 માસ માટે
- માસિક પગાર આધારિત
- ભવિષ્યમાં ખાલી પડતી જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી પણ તૈયાર કરવામાં આવશે
📋 જગ્યાઓની વિગત
| ક્રમ | વિષય / પોસ્ટ | મેરિટ / પરીક્ષા | શૈક્ષણિક લાયકાત |
|---|---|---|---|
| 1 | ગણિત – વિજ્ઞાન | 5 થી 8 (CTET/TET-2 પાસ) | B.Sc/M.Sc, B.Ed |
| 2 | અંગ્રેજી | 5 થી 8 (CTET/TET-2 પાસ) | B.A/M.A, B.Ed |
| 3 | સામાજિક વિજ્ઞાન | 9 થી 10 (TAT પાસ) | B.Sc/M.Sc, B.Ed |
| 4 | અંગ્રેજી (માધ્યમિક) | 9 થી 10 (TAT પાસ) | B.A/M.A, B.Ed |
| 5 | પી.ટી. શિક્ષક | - | B.P.Ed / M.P.Ed |
| 6 | ગુજરાતી | - | B.A/M.A, B.Ed |
| 7 | વિજ્ઞાન / કમ્પ્યુટર | - | PGDCA / BCA / MCA |
| 8 | સંગીત | - | Sangeet Visharad |
| 9 | લાયબ્રેરીયન | 5 થી 10 (TAT/TET-2 પાસ) | ATD / M.Lib |
| 10 | સામાન્ય વિજ્ઞાન | - | B.A/M.A, B.Ed |
| 11 | હિન્દી | - | B.A/M.A, B.Ed |
| 12 | ગણિત | - | B.Sc/M.Sc, B.Ed |
| 13 | લોકવિજ્ઞાન | 11 થી 12 (TAT પાસ) | M.Sc, B.Ed |
| 14 | રસાયણ વિજ્ઞાન | 11 થી 12 (TAT પાસ) | M.Sc, B.Ed |
| 15 | જીવવિજ્ઞાન | 11 થી 12 (TAT પાસ) | M.Sc, B.Ed |
| 16 | ગણિત | 11 થી 12 (TAT પાસ) | M.Sc, B.Ed |
| 17 | અંગ્રેજી | 11 થી 12 (TAT પાસ) | M.A, B.Ed |
| 18 | ટેક્સટાઇલ ટેકનોલોજી | 11 થી 12 (TAT પાસ) | M.Sc, B.Ed |
📅 મહત્વપૂર્ણ તારીખ
✅ અરજી કરવાની છેલ્લી તારીખ: 25/05/2026
ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી લઈને 25 મે 2026 સુધીમાં અરજી મોકલવાની રહેશે.
📑 મહત્વપૂર્ણ સૂચનાઓ
1️⃣ ભરતી સંપૂર્ણપણે કરાર આધારિત છે
આ ભરતી 11 માસ માટેની હંગામી કરાર આધારિત ભરતી છે. ઉમેદવારને સરકારશ્રીના કાયમી લાભો મળવાના નથી.
2️⃣ TET/TAT/CTET પાસ ઉમેદવારોને પ્રાથમિકતા
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી TET-2, TAT અને CTET પરીક્ષા પાસ તેમજ અનુભવી ઉમેદવારોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
3️⃣ કરાર આપોઆપ પૂર્ણ થશે
11 માસની મુદત પૂર્ણ થયા બાદ અથવા GSTES દ્વારા કાયમી નિમણૂક થતા કરાર આપોઆપ પૂર્ણ માનવામાં આવશે.
4️⃣ મહેનતાણું
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ મહેનતાણું ચૂકવવામાં આવશે.
5️⃣ ભરતીમાં ફેરફાર કરવાનો અધિકાર
જાહેરાતમાં વધારો, ઘટાડો અથવા રદ કરવાનો સંપૂર્ણ અધિકાર સંચાલકશ્રી પાસે રહેશે.
6️⃣ કાયમી નોકરીનો દાવો નહીં કરી શકાય
પસંદગી બાદ ઉમેદવારે રૂ. 500 ના સ્ટેમ્પ પેપર પર લેખિત બાંહેધરી આપવાની રહેશે કે તેઓ કાયમી નોકરીનો દાવો નહીં કરે.
7️⃣ અંગ્રેજી માધ્યમને પ્રાથમિકતા
અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
8️⃣ ઓનલાઈન ફોર્મ
ઉમેદવારોએ QR Code સ્કેન કરીને નિયત અરજી ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ જોડવાની રહેશે.
📮 અરજી મોકલવાનું સરનામું
પ્રતિ,
આચાર્યશ્રી, સૈનિક સ્કૂલ બિલવણ (વાડી)
મુ. વાડી, તા. ઉમરપાડા, જી. સુરત
અથવા
પ્રાયોજના વહીવટદારશ્રી
ટ્રાયબલ સબ પ્લાન, માંડવી, જી. સુરત
📢 મહત્વપૂર્ણ નોંધ
- અરજી કરતા પહેલા તમામ લાયકાત અને નિયમો ધ્યાનપૂર્વક વાંચવા.
- જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે અરજી મોકલવી.
- અધૂરી અરજી સ્વીકારવામાં આવશે નહીં.
🧑💼 આ પણ જુઓ:
👉 GCAS Admission 2026: એક જ રજીસ્ટ્રેશનથી 100+કોર્સ પ્રવેશ
👉 ગુજરાત ITI એડમિશન 2026-27 શરૂ
👉 પીએમશ્રી કન્યા સાક્ષરતા નિવાસી શાળા પ્રવેશ 2026-27
👉 એડમિશનની બધી જ માહિતી અહીં જુઓ
📍 સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઇન ફોર્મ સુવિધા ઉપલબ્ધ
આ ભરતીની માહિતી તમારા મિત્રો સુધી જરૂર શેર કરો જેથી વધુ ઉમેદવારો લાભ લઈ શકે.

