ગુજરાત સમરસ છાત્રાલય પ્રવેશ 2026-27 : ઓનલાઈન અરજી શરૂ
ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી દ્વારા વર્ષ 2026-27 માટે સમરસ છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે આ એક મહત્વપૂર્ણ તક છે.
મહત્વપૂર્ણ તારીખો
- અરજી શરૂ તારીખ: 28/05/2026
- અરજી કરવાની છેલ્લી તારીખ: 30/06/2026
- સમય: રાત્રે 11:58 કલાક સુધી
કયા વિદ્યાર્થીઓ અરજી કરી શકે?
સમરસ છાત્રાલયમાં નીચેના વર્ગોના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે:
- અનુસૂચિત જાતિ (SC)
- અનુસૂચિત જનજાતિ (ST)
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)
- વિવિધ ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
ઉપલબ્ધ શહેરો
સમરસ કુમાર અને કન્યા છાત્રાલય નીચેના શહેરોમાં ઉપલબ્ધ છે:
- અમદાવાદ
- ભાવનગર
- વડોદરા
- સુરત
- રાજકોટ
- જામનગર
- ગાંધીનગર
- પાટણ
- ભુજ
- મોડાસા
- હિંમતનગર
જરૂરી માહિતી
- ગ્રુપ-1 (મેડિકલ વિભાગ)
- ગ્રુપ-2 (પોસ્ટ ગ્રેજ્યુએશન)
- ગ્રુપ-3 (ગ્રેજ્યુએશન)
વિદ્યાર્થીઓએ પોતાની કેટેગરી અને અભ્યાસક્રમ મુજબ અરજી કરવી રહેશે.
મહત્વપૂર્ણ સૂચનાઓ
નિતી -નિયમો
- જાહેરાત દર્શાવેલી તારીખ સુધી અરજી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે.
- અધુરી અરજી રદ ગણવામાં આવશે.
- અરજીમાં દર્શાવેલી માહિતી ખોટી માલુમ પડશેતો પ્રવેશ રદ ગણવામાં આવશે.
- નીચેના આધારો ફરજીયાત પણે બિડવાના રહેશે :
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ
- L.C ની નકલ
- જાતીના દાખલાની નકલ(સક્ષમ અધિકારી)
- આવકના દાખલાની નકલ(સક્ષમ અધિકારી)
- આધારકાર્ડની નકલ
- જો વિધ્યાર્થી અંધ/અંપગ હોય તો તેનુ પ્રમાણપત્ર(સક્ષમ અધિકારી)
- જો વિધ્યાર્થી અનાથ હોય તો તેનુ પ્રમાણપત્ર(સક્ષમ અધિકારી)
- જો વિધ્યાર્થી વિધવાનુ સંતાન હોય તો તેના આધારો(સક્ષમ અધિકારી)
- જ્યારે એડમિશન મળી જાય ત્યારે આ અરજી ની નકલ, ચારિત્ર્ય સર્ટીફિકેટ, મિડીકલ ફિટનેશ પ્રમાણપત્ર અને વાલીનું બાહેધરી પત્રક રજુ કરવાનુ રહેશે.
- અરજી એકવાર સબમિટ કરયા પછી તેમા સુધારા-વધારા કરી શકાશે નહી.
- જાહેરાત દર્શાવેલી તારીખ સુધી અરજી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે.
મહત્વની વાત
નોંધઃ વિધાર્થીએ ૫૦%, કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.
📌 સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રીન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગ્રુપ-૨ અને ગ્રુપ-૩ના રીન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતાં હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં ૫૫% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ. જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશનઆપવામાંઆવતા હોય તેવા કિસ્સામાં પ૫% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ. ગ્રુપ-૧ના રીન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી ૫૦% રહેશે.
📌 ગ્રુપ-૧ મેડીકલ અને તેના સમકક્ષ અભ્યાસક્રમના રીન્યુઅલ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા અરજી કરી શકશે. પરંતુ, પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિધાર્થીઓ (ફેશ) માટે સંસ્થા/કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેથી અલગથી જાહેરાત આપી અરજીઓ મંગાવવામાં આવશે.
📌 વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહી. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે.
📌 જો કોઈ છાત્રની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત ખંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત જણાશે તો તેવા છાત્રનો પ્રવેશ રદ કરવામાં આવશે.
📌 સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.
📌 વધુમાંપ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઈટ પર દર્શાવેલ સબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયો સંપર્ક કરવાનો રહેશે.
📌 ગ્રામ્યવિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે.નિષ્કર્ષ
ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સમરસ છાત્રાલય યોજના વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે રહેવાની ઉત્તમ સુવિધા પૂરી પાડે છે. જો તમે વર્ષ 2026-27 માટે પ્રવેશ લેવા ઈચ્છો છો તો સમયસર ઓનલાઈન અરજી જરૂર કરો.
અરજી ક્યાં કરવી?
વિદ્યાર્થીઓ સમરસ છાત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે:
મહત્વની લિન્ક
વધુ માહિતી અને ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો
લોગીન થવા માટે અહીં ક્લિક કરો
📌 વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહો.
👉 GCAS Admission 2026: એક જ રજીસ્ટ્રેશનથી 100+કોર્સ પ્રવેશ
👉 નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) – પ્રવેશ જાહેરાત
👉 પીએમશ્રી કન્યા સાક્ષરતા નિવાસી શાળા પ્રવેશ 2026-27
👉 એડમિશનની બધી જ માહિતી અહીં જુઓ
📍 સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઇન ફોર્મ સુવિધા ઉપલબ્ધ
આ ભરતીની માહિતી તમારા મિત્રો સુધી જરૂર શેર કરો જેથી વધુ ઉમેદવારો લાભ લઈ શકે.


