Type Here to Get Search Results !
તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

Agriculture Diploma Admission after 10th in Gujarat 2026 (ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી)

Prakashkumar Gamit 0

 

🌾 ધોરણ 10 પછી કૃષિ ક્ષેત્રમાં કારકિર્દી – ગુજરાત કૃષિ યુનિવર્સિટી ડિપ્લોમા એડમિશન 2026-27




ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત બહાર પડી છે. હવે ધોરણ 10 પાસ કર્યા બાદ સીધા કૃષિ પોલિટેકનિક ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે.

ગુજરાતની તમામ કૃષિ યુનિવર્સિટીઓમાં વર્ષ 2026-27 માટે કેન્દ્રીય ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.


🎓 કઈ કઈ યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે?

ગુજરાત રાજ્યની ચાર મોટી કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મળશે:

  • 🌿 AAU – Anand Agricultural University
  • 🌿 SDAU – Sardarkrushinagar Dantiwada Agricultural University
  • 🌿 NAU – Navsari Agricultural University
  • 🌿 JAU – Junagadh Agricultural University

📅 મહત્વની તારીખો અને ફી વિગત

વિગતમાહિતી
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ15/05/2026
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ05/06/2026
ઓનલાઇન અરજી ફીરૂા. 200/-
 અગત્યની તારીખો     
     સમય સારણી   અહીં જુઓ                                            
💡 નોંધ: પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ બે રાઉન્ડ ઓનલાઇન રહેશે, જ્યારે ત્રીજો રાઉન્ડ રૂબરૂ કાઉન્સિલિંગ (ઓફલાઇન) દ્વારા કરવામાં આવશે.

📌 સમગ્ર પ્રવેશ પ્રક્રિયા Online Merit System દ્વારા થશે.


📋 ઉપલબ્ધ ડિપ્લોમા અભ્યાસક્રમોની યાદી

પોલીટેકનીક હેઠળ ચાલતા વિવિધ રસપ્રદ અને રોજગારલક્ષી કોર્સો નીચે મુજબ છે:

૧. કૃષિ ડિપ્લોમા (Diploma in Agriculture) 

૨. કૃષિ ઇજનેરી ડિપ્લોમા (Diploma in Agricultural Engineering) 

૩. ફૂડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રીશન ડિપ્લોમા (Diploma in Food Technology & Nutrition) 

૪. બાગાયત ડિપ્લોમા (Diploma in Horticulture) 

૫. એગ્રો પ્રોસેસીંગ એન્ડ ફૂડ ટેકનોલોજી ડિપ્લોમા (Diploma in Agro Processing & Food Technology) 

૬. ન્યુટ્રીશન એન્ડ કોમ્યુનિટી સાયન્સ ડિપ્લોમા (Diploma in Nutrition & Community Science)


🌐 વધુ માહિતી માટેની સત્તાવાર વેબસાઇટ્સ

તમે નીચે આપેલી વેબસાઇટ્સ પરથી સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવી શકો છો:

તારીખોમાં કોઇપણ ફેરફારની માહિતી માટે સત્તાવાર વેબસાઇટની રોજબરોજ મુલાકાત લેતા રહેવું.

આજથી જ તમારી અરજી કરો અને કૃષિ ક્ષેત્રે પ્રગતિના નવા દ્વાર ખોલો!


📝 મહત્વની સૂચનાઓ

✔️ SSCE (ધોરણ ૧૦) ની માર્કશીટ. (જો વિદ્યાર્થી પાસે ધોરણ-૧૦ની અસલ માર્કશીટ ન હોય તો વિદ્યાર્થીએ ઓનલાઈન પ્રિન્ટ કરેલ માર્કશીટ જે શાળામાંથી ધોરણ-૧૦ પાસ કરેલ હોય તે શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા કરાવી અપલોડ કરવાની રહેશે.

✔️ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC). (જો વિદ્યાર્થીએ શાળામાંથી શાળા છોડયાનું પ્રમાણપત્ર (LC) લીધેલ ન હોય તો જન્મનો દાખલો અપલોડ કરવાનો રહેશે.
✔️ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના ઉમેદવારે માન્ય મુદતનું (તા: ૦૧-૦૪-૨૦૨૪ કે ત્યાર પછીનું) નોન ક્રિમીલેયર સર્ટીફીકેટ અપલોડ કરવાનું રહેશે. જેમાં ચૂક થશે તો તેવા ઉમેદવારને SEBC અનામત બેઠકો પર પ્રવેશ મળી શકશે નહીં.
✔️ જમીનની માલિકી દર્શાવતો ચાલુ વર્ષ (એટલે કે તા: ૦૧-૦૪-૨૦૨૬ કે ત્યાર પછીનો) ૭-૧૨ અને ૮-અનો દાખલો (પાન નંબર ૨માં દર્શાવ્યા મુજબનો) અપલોડ કરવાનો રહેશે, જો લાગું પડતો હોય તો. જો ૭-૧૨ અને ૮-અના દાખલા ઉપરથી ઉમેદવાર અને જમીનના માલિક જોડેનો સંબંધ સ્પષ્ટ ન થતો હોય તો, તે બે વચ્ચેનો સંબંધ દર્શાવતું પેઢીનામું તેમજ, ઘોરણ-૧૦ની માર્કશીટમાં દર્શાવેલ અટક અને ૭/૧૨, ૮-અમાં દર્શાવેલ અટકમાં ફેરફાર હોય તો તે અંગેનું સોગંદનામું અપલોડ કરવાનું રહેશે.
✔️ખેડૂતના પુત્ર /પુત્રી / ભાઇ / બહેન / પૌત્ર / પૌત્રીને વઘારાના ૫% ગુણ કૃષિ, બાગાયત તથા ન્યુટ્રીશન એન્ડ કોમ્યુનીટી સાયન્સ, કૃષિ ઈજનેરી, ફૂડ ટેક્નોલૉજી એન્ડ ન્યુટ્રિશન, એગ્રો પ્રોસેસિંગ વિષયના પોલીટેકનિકમાં ચાલતા ડિપ્લોમા અભ્યાસક્રમોમાં મળવાપત્ર છે.

👨‍🎓 કોણ અરજી કરી શકે?

  • ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ
  • માર્ચ 2023પછી પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે

🎯 કેમ આ કોર્સ મહત્વનો છે?

✔️ કૃષિ ક્ષેત્રમાં સરકારી નોકરીની તક
✔️ પ્રેક્ટિકલ તાલીમ
✔️ સ્વરોજગાર શરૂ કરવાની તક
✔️ ફૂડ અને એગ્રી ટેક્નોલોજીમાં ભવિષ્ય


✍️ મહત્વની લિન્ક



તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

📍 સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઇન ફોર્મ સુવિધા ઉપલબ્ધ

🖥️ સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઈન ફોર્મ અહીં ભરવામાં આવશે
📄 ઇ-શ્રમકાર્ડ | PAN | આધારકાર્ડ પ્રિંટ | કુંવરબાઇનું મામેરુ | શ્રી બાજપેય બેંકેબલ યોજના | સરકારી સહાય ફોર્મ | સ્કોલરશીપ ફોર્મ | ચૂંટણી કાર્ડ સુધારો-નવું | આયુષ્માન કાર્ડ | લગ્ન સહાય 12000 | આંતર જ્ઞાતિ સહાય 250000 અઢી લાખ | માનવ કલ્યાણ યોજના સાધનો | જવાહર નવોદય વિદ્યાલયનું ફોર્મ | આવાસ યોજના | ઇ-નિર્માણકાર્ડ | પાસપોર્ટ | રેશન કાર્ડ આધાર કાર્ડ KYC- ફ્કત નજીક ના વિસ્તાર માટે | બૅન્ક સાથે આધાર કાર્ડ ઘર બેઠા DBT ENABLE કરી આપવામાં આવશે | ખેડૂત સહાય યોજના | ફાર્મર ખેડૂત રજીસ્ટ્રેશન નોંધણી 2000 માટે | પેન્શન જીવન પ્રમાણપત્ર | પાન કાર્ડ નવું -સુધારો વધારો | કોઈ પણ પેન્શન યોજના નું હયાતી નુ પ્રમાણ જીવન પ્રમાણપત્ર | સિનિયર સિટીઝન આયુષ્માન કાર્ડ | વાજપેયી બેન્કેબલ યોજના | ગેસ માટે KYC | જમીન ની નકલ ડિજિટલ પ્રિન્ટ નું કામ 7/12, 8-અ,6 | આભા કાર્ડ | પીએમ કિશાન સન્માન નિધિ Rs.2000 નવું રજીસ્ટ્રેશન અને સુધારો | આધાર ઉદ્યોગ સર્ટિફિકેટ | ધોરણ 10/12 માર્કશીટ/સર્ટીફીકેટ અન્ય સરકારી સેવાઓ ઉપલબ્ધ.


📍 દીપ કોમ્પ્યુટર.ઈન્ફો – CSC
📞 સંપર્ક : 9586277732
🏩 B-7,8, શ્રી જામલી મંડળી શોપિંગ સેન્ટર, ઉચ્છલ, જિ.તાપી

💬 WhatsApp પર સંપર્ક કરો

આ ભરતીની માહિતી તમારા મિત્રો સુધી જરૂર શેર કરો જેથી વધુ ઉમેદવારો લાભ લઈ શકે.

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.