🚨 સમગ્ર શિક્ષા અભિયાન (Samagra Shiksha) ભરતી 2026: 11 માસના કરાર આધારિત ભરતી જાહેર!
સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ વિવિધ જગ્યાઓ માટે 11 માસના કરાર આધારિત ભરતી માટે ઓનલાઈન અરજી આમંત્રિત કરવામાં આવી છે. આ ભરતી મુખ્યત્વે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) તથા અન્ય પ્રોજેક્ટ માટે છે.
આ ભરતીમાં શિક્ષણ, મોનીટરીંગ, MIS, એકાઉન્ટ, વોકેશનલ એજ્યુકેશન જેવી અનેક મહત્વપૂર્ણ પોસ્ટ્સ સામેલ છે..
📅 મહત્વની તારીખો ખાસ નોંધી લો
આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન રહેશે, જેની તારીખો નીચે મુજબ છે:
ઓનલાઇન અરજી કરવાની શરૂઆત: 27 મે 2026 (બપોરે 14:00 કલાકથી)
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 05 જૂન 2026 (રાત્રે 23:59 કલાક સુધી)
💼 જગ્યાઓની વિગત અને માસિક ફિક્સ મહેનતાણું
આ ભરતીને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે: રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા અને તાલુકા/KGBV કક્ષા.
૧. રાજ્ય કક્ષાની જગ્યાઓ
| ક્રમ | જગ્યાનું નામ | માસિક ફિક્સ મહેનતાણું | ખાલી જગ્યાની સંખ્યા |
| 1 | ઓફિસર ઇનચાર્જ - સ્ટેટ આઈ.ઈ.ડી. કો-ઓર્ડિનેટર | ₹ 35,000/- | 01 |
| 2 | ઓફિસર ઇનચાર્જ: પીએમશ્રી | ₹ 35,000/- | 01 |
| 3 | મદદનીશ ઓફિસર ઇનચાર્જ: પીએમશ્રી | ₹ 27,000/- | 01 |
| 4 | મદદનીશ ઓફિસર ઇનચાર્જ: આરએમએસએ | ₹ 27,000/- | 01 |
| 5 | મદદનીશ ઓફિસર ઇનચાર્જ: વોકેશનલ એજ્યુકેશન | ₹ 27,000/- | 01 |
| 6 | મદદનીશ ઓફિસર ઇનચાર્જ: ક્વોલીટી એજ્યુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનીંગ) | ₹ 27,000/- | 04 |
૨. જિલ્લા કક્ષાની જગ્યાઓ
| ક્રમ | જગ્યાનું નામ | માસિક ફિક્સ મહેનતાણું | ખાલી જગ્યાની સંખ્યા |
| 7 | પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર: સેકન્ડરી એજ્યુકેશન | ₹ 27,000/- | 03 |
| 8 | મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર: ક્વોલીટી એજ્યુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનીંગ) | ₹ 27,000/- | 04 |
| 9 | મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર: ગર્લ્સ એજ્યુકેશન (ફક્ત મહિલા ઉમેદવારે જ અરજી કરવી) | ₹ 27,000/- | 05 |
| 10 | મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર: જિલ્લા હિસાબી અધિકારી | ₹ 27,000/- | 00 (*) |
| 11 | મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર: એમ.આઈ.એસ. | ₹ 30,000/- | 00 (*) |
| 12 | મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર: અલ્ટરનેટીવ સ્કૂલીંગ/એક્સેસ | ₹ 27,000/- | 03 |
| 13 | મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર: આઈઈડી કો-ઓર્ડિનેટર | ₹ 27,000/- | 08 |
| 14 | એડીશનલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર: ગર્લ્સ એજ્યુકેશન (KGBV) (ફક્ત મહિલા ઉમેદવારે જ અરજી કરવી) | ₹ 23,000/- | 00 (*) |
| 15 | સીવીલ ઇજનેર | ₹ 30,000/- | 00 (*) |
| 16 | આસિસ્ટન્ટ આર્કિટેક્ટ | ₹ 30,000/- | 10 |
(*) નોંધ: ક્રમ-10, 11, 14 અને 15 ની જગ્યાઓ માટે ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતીક્ષાયાદી (Waiting List) તૈયાર કરવા સારું ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
૩. તાલુકા/કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) / નિવાસી બોયઝ હોસ્ટેલ કક્ષાની જગ્યાઓ
| ક્રમ | જગ્યાનું નામ | માસિક ફિક્સ મહેનતાણું | ખાલી જગ્યાની સંખ્યા |
| 17 | બ્લોક એમઆઈએસ કો-ઓર્ડિનેટર (તાલુકા કક્ષા) | ₹ 23,000/- | 07 |
| 18 | બ્લોક રિસોર્સ પર્સન: એ.આર. એન્ડ વી.ઈ. (એલીમેન્ટ્રી એજ્યુકેશન/સેકન્ડરી એજ્યુકેશન) | ₹ 22,000/- | 17 |
| 19 | બ્લોક રિસોર્સ પર્સન: નિપુણ | ₹ 22,000/- | 09 |
| 20 | વોર્ડન કમ હેડ ટીચર – નિવાસી (KGBV - ટાઇપ-૧, ૨, ૩ અને ૪) (ફક્ત મહિલા ઉમેદવારે જ અરજી કરવી) | ₹ 25,000/- | 50 |
| 21 | આસિસ્ટન્ટ વોર્ડન – નિવાસી (KGBV - ટાઇપ-૧, ૨, ૩ અને ૪) (ફક્ત મહિલા ઉમેદવારે જ અરજી કરવી) | ₹ 15,000/- | 56 |
| 22 | હિસાબનીશ – બિન નિવાસી (KGBV) (ફક્ત મહિલા ઉમેદવારે જ અરજી કરવી) | ₹ 18,500/- | 64 |
| 23 | વોર્ડન (ગૃહપતિ) (નિવાસી) (ફક્ત પુરુષ ઉમેદવાર) | ₹ 25,000/- | 02 |
| 24 | આસિસ્ટન્ટ વોર્ડન (મદદનીશ ગૃહપતિ) (નિવાસી) (ફક્ત પુરુષ ઉમેદવાર) | ₹ 15,000/- | 04 |
| 25 | હિસાબનીશ (બિન નિવાસી) (મહિલા/પુરુષ ઉમેદવાર) | ₹ 18,500/- | 04 |
🔞 વયમર્યાદા (Age Limit)
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની વયમર્યાદા નીચે મુજબ હોવી જોઈએ:
ક્રમ-(૧) ની જગ્યા માટે: વયમર્યાદા 50 વર્ષ રહેશે.
ક્રમ-(૨૦) ની જગ્યા માટે: વયમર્યાદા 40 વર્ષ રહેશે.
અન્ય ક્રમ-૨ થી ક્રમ-૧૯ અને ક્રમ-૨૧ થી ક્રમ-૨૫ ની જગ્યાઓ માટે: વયમર્યાદા 40 વર્ષ રહેશે.
📝 અરજી કેવી રીતે કરવી અને મહત્વની શરતો
સત્તાવાર વેબસાઇટ: ઉમેદવારે ઓનલાઇન અરજી કરવા માટે સમગ્ર શિક્ષા અભિયાનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને Recruitment પર ક્લિક કરવાનું રહેશે.
રૂબરૂ કે ટપાલ સ્વીકાર્ય નથી: સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ કે જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ ખાતે રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા મોકલેલ કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
જરૂરી ડોક્યુમેન્ટ્સ: જ્યારે પણ રૂબરૂ ચકાસણી (Verification) માટે બોલાવવામાં આવે ત્યારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે તમામ જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
💡 અગત્યની સૂચના: ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલ આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ અને નિયમો અંગેની માર્ગદર્શિકા ચોક્કસથી વાંચી લેવી.
🌐 મહત્વરની લિન્ક
👉 જાહેરાત : અહીં જુઓ
👉 ઓફિશિયલ વેબસાઇટ : http://www.ssagujarat.org/
👉
અરજી પ્રક્રિયા
1️⃣ વેબસાઈટ પર જઈ New Registration કરો
2️⃣ જરૂરી માહિતી ભરો
3️⃣ દસ્તાવેજ અપલોડ કરો
4️⃣ ફોર્મ કન્ફર્મ કરો
5️⃣ પ્રિન્ટ ડાઉનલોડ કરો.
👉 કુંવરબાઈનું મામેરું યોજના – ST કન્યાના લગ્ન માટે ₹12,000 સહાય
👉 પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના
👉 અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો e-SHRAM Card
👉 પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
📍 સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઇન ફોર્મ સુવિધા ઉપલબ્ધ
આ ભરતીની માહિતી તમારા મિત્રો સુધી જરૂર શેર કરો જેથી વધુ ઉમેદવારો લાભ લઈ શકે.

