ગુજરાત સરકાર હેઠળ કાર્યરત ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઈડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ (Admission Committee) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વિવિધ નર્સિંગ અને પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ ધોરણ-12 પાસ કરીને નર્સિંગ અથવા આરોગ્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છે છે તેમના માટે આ એક મહત્વપૂર્ણ તક છે.
પ્રવેશ સંચાલક સંસ્થા
ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઈડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ (GNAMEC)
ઓફિસ સરનામું:
જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ,
ગાંધીનગર, ગુજરાત
👉 કુંવરબાઈનું મામેરું યોજના – ST કન્યાના લગ્ન માટે ₹12,000 સહાય
👉 પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના
👉 અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો e-SHRAM Card
👉 પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
કયા કોર્સમાં પ્રવેશ મળશે?
શૈક્ષણિક વર્ષ 2026-27 માટે નીચેના પ્રથમ વર્ષના કોર્સમાં પ્રવેશ આપવામાં આવશે:
Nursing Courses
✅ GNM (General Nursing and Midwifery)
✅ ANM (Auxiliary Nurse Midwifery)
✅ B.Sc Nursing
Allied Medical Courses
✅ B.Sc C.L.P.
✅ Orthotics and Prosthetics
✅ Optometry
✅ Occupational Therapy
કોણ અરજી કરી શકે?
ગુજરાત રાજ્યની માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ-12ની પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે.
નીચેના પ્રવાહના વિદ્યાર્થીઓ પાત્ર રહેશે:
- વિજ્ઞાન પ્રવાહ
- સામાન્ય પ્રવાહ
- ઉચ્ચતર ઉત્તર બૂનિયાદી પ્રવાહ
- વ્યવસાયલક્ષી પ્રવાહ
ઉમેદવારોએ પ્રવેશ નિયમો મુજબની લાયકાત ધરાવવી જરૂરી રહેશે.
મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
1. ઓનલાઈન PIN ખરીદી
| વિગત | તારીખ |
|---|---|
| શરૂઆત | 10 જુલાઇ 2026 (સવારે 10:00 વાગ્યે) |
| છેલ્લી તારીખ | 17 જુલાઇ 2026 (બપોરે 02:00 વાગ્યા સુધી) |
2. ઓનલાઈન રજિસ્ટ્રેશન અને દસ્તાવેજ અપલોડ
| વિગત | તારીખ |
|---|---|
| શરૂઆત | 10 જુલાઇ 2026 (સવારે 10:00 વાગ્યે) |
| છેલ્લી તારીખ | 17 જુલાઇ 2026 (સાંજે 04:00 વાગ્યા સુધી) |
3. હેલ્પ સેન્ટર ખાતે દસ્તાવેજ ચકાસણી
| વિગત | તારીખ |
|---|---|
| શરૂઆત | 13 જુલાઇ 2026 (સવારે 10:00 વાગ્યે) |
| છેલ્લી તારીખ | 18 જુલાઇ 2026 (બપોરે 12:00 વાગ્યા સુધી) |
અરજી ફી
ઓનલાઈન PIN મેળવવા માટે:
💰 રૂ. 1000/-
નોંધ: આ ફી Non-Refundable (પરત ન મળનાર) રહેશે.
અરજી કેવી રીતે કરવી?
Step 1: PIN ખરીદો
સત્તાવાર વેબસાઇટ પર જાઓ:
પ્રાથમિક માહિતી ભરીને રૂ.1000ની ઓનલાઈન ફી ભરો.
Step 2: USER ID અને PIN મેળવો
ફી સફળતાપૂર્વક ભરાયા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર USER ID અને PIN મોકલવામાં આવશે.
Step 3: ઓનલાઈન રજિસ્ટ્રેશન કરો
USER ID અને PIN વડે Login કરીને રજિસ્ટ્રેશન ફોર્મ ભરો.
Step 4: જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
તમામ જરૂરી પ્રમાણપત્રોની સ્કેન કોપી અપલોડ કરો.
Step 5: દસ્તાવેજ ચકાસણી
નક્કી કરેલા હેલ્પ સેન્ટર ખાતે મૂળ દસ્તાવેજો સાથે હાજર રહી વેરિફિકેશન કરાવો.
જરૂરી દસ્તાવેજો
- ધોરણ 10ની માર્કશીટ
- ધોરણ 12ની માર્કશીટ
- સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (LC)
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- સહી (Signature)
- જાતિ પ્રમાણપત્ર (SC/ST/SEBC માટે)
- Non-Creamy Layer Certificate
- EWS Certificate
- દિવ્યાંગ પ્રમાણપત્ર (જો લાગુ પડે)
- અન્ય જરૂરી પ્રમાણપત્રો
મહત્વપૂર્ણ સૂચનાઓ
✔ PIN ખરીદ્યા પછી જ રજિસ્ટ્રેશન કરી શકાશે.
✔ દસ્તાવેજો સ્પષ્ટ અને યોગ્ય ફોર્મેટમાં અપલોડ કરવા.
✔ છેલ્લી તારીખ સુધી અરજી પૂર્ણ કરવી.
✔ પ્રવેશ સંબંધિત તમામ નવીનતમ માહિતી માટે નિયમિત રીતે સત્તાવાર વેબસાઇટ તપાસતા રહેવું.
✔ હેલ્પ સેન્ટર વેરિફિકેશન વગર અરજી અધૂરી ગણાશે.
મહત્વની લિંક્સ
Admission Portal
🔹 ઓનલાઈન PIN ખરીદી: https://www.medadmgujarat.org
🔹 ઓનલાઈન રજિસ્ટ્રેશન: https://www.medadmgujarat.org
🔹 પ્રવેશ નિયમો અને મેરિટ માહિતી: https://www.medadmgujarat.org
Admission 2026-27 માટે અરજી શરૂ થઈ ગઈ છે, તેથી વહેલી તકે નોંધણી કરો.
👉 ગુજરાત કૃષિ યુનિવર્સિટી પ્રવેશ 2026-27
👉 ગુજરાત સમરસ છાત્રાલય (GUJARAT SAMRAS CHHATRALAY SOCIETY) પ્રવેશ 2026-27
👉 બેંક ઓફ બરોડા એપ્રેન્ટિસ ભરતી 2026: 5000 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ
👉 એડમિશનની બધી જ માહિતી અહીં જુઓ
📍 સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઇન ફોર્મ સુવિધા ઉપલબ્ધ
આ ભરતીની માહિતી તમારા મિત્રો સુધી જરૂર શેર કરો જેથી વધુ ઉમેદવારો લાભ લઈ શકે.

