PTC Admission 2026-27: ગુજરાતમાં પ્રાથમિક શિક્ષક તાલીમ (D.El.Ed.) પ્રવેશ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા
રાજયમાં આવેલ એન.સી.ઇ.ટી દ્રારા માન્યતા પ્રાપ્ત સરકારી/બિનસરકારી અનુદાનિત અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો / જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી/હિન્દી/ઉર્દુ/મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા બે વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં (D.El.Ed.) અભ્યાસક્રમ 2026-27માં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે. ઓનલાઇન પ્રવેશ ફોર્મની હાર્ડકોપી આધાર-પુરાવા સાથે ચકાસણી કરાવી સ્વીકાર કેન્દ્ર પર જરૂરી ફી ભરી ફોર્મ જમા કરાવી પહોંચ મેળવી લેવાની રહેશે નક્કી કરેલ સ્વીકાર કેન્દ્રની યાદી જિલ્લા વાર વેબસાઈટ પર મુકવામાં આવેલ છે . અરજદારે પોતાની નજીકના અથવા ઈચ્છે તે સ્વીકાર કેન્દ્ર પર પુરાવા સાથે ચકાસણી કરાવી ફોર્મ જમા કરાવવાના રહેશે.
સ્વનિર્ભર સંસ્થાઓની તેમણી મેનેજમેન્ટ કવોટાની 15 ટકા સીટી શિક્ષણ વિભાગના તા.05/07/2012ના ઠરાવની જોગવાઈ મુજબ ભરવામા આવશે અને તે અંગે સૂચનો યથાપ્રસંગે વેબસાઇટ પર મુકવામાં આવશે.
જો તમે પ્રાથમિક શિક્ષક બનવાનું સ્વપ્ન ધરાવો છો, તો આ કોર્સ તમારા માટે ઉત્તમ તક બની શકે છે. નીચે આપેલી માહિતી પોસ્ટરમાં દર્શાવેલી વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.
📅 મહત્વપૂર્ણ તારીખો (અંદાજિત)
| પ્રવૃત્તિ | તારીખ |
|---|---|
| ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ | 24 જૂન 2026 સવારે 10.00 કલાક થી |
| રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ | 05 જુલાઈ 2026 |
| અરજીમાં સુધારાની મુદત | 01 થી 03 જુલાઈ 2026 |
નોંધ: સમયપત્રકમાં સત્તાવાર ફેરફાર થઈ શકે છે.
💰 વાર્ષિક ફી વિગતો
| કેટેગરી | સરકારી/ગ્રાન્ટેડ કોલેજ | સેલ્ફ ફાઈનાન્સ કોલેજ |
|---|---|---|
| સામાન્ય વર્ગ | ₹3,500 | ₹18,000 |
| SEBC / EWS | ₹3,500 | ₹18,000 |
| SC / ST / PwD | ₹2,500 | ₹18,000 |
અન્ય ફી (જેમ કે યુનિવર્સિટી અથવા ડેવલપમેન્ટ ફી) અલગથી લાગુ પડી શકે છે.
✅ લાયકાત
- ઉમેદવાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- ધોરણ 12 (10+2) કોઈપણ સ્ટ્રીમમાંથી પાસ હોવું જોઈએ.
- સામાન્ય વર્ગ માટે ઓછામાં ઓછા 50% ગુણ જરૂરી.
- અનામત વર્ગ (SC/ST/SEBC/EWS/PwD) માટે સરકારના નિયમો મુજબ છૂટછાટ લાગુ પડી શકે છે.
- વય મર્યાદા જે સરકારના નિયમો મુજબ રહેશે.
📚 કોર્સની વિગતો
- કોર્સનું નામ: PTC (D.El.Ed.)
- અવધિ: 2 વર્ષ
- અભ્યાસનું માધ્યમ: ગુજરાતી
👉 ગુજરાત સમરસ છાત્રાલય (GUJARAT SAMRAS CHHATRALAY SOCIETY) પ્રવેશ 2026-27
👉 ગુજરાત કૃષિ યુનિવર્સિટી પ્રવેશ 2026-27
👉 Gujarat ITI Admission 2026-27: ઓનલાઇન ફોર્મ
👉 એડમિશનની બધી જ માહિતી અહીં જુઓ
📄 જરૂરી દસ્તાવેજો
અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો તૈયાર રાખો:
- ધોરણ 10ની માર્કશીટ
- ધોરણ 12ની માર્કશીટ
- ધોરણ ૧૨ ની ટ્રાયલસર્ટી
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય)
- EWS પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય)
- ડોમિસાઇલ પ્રમાણપત્ર
- નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર (SEBC માટે)
- PwD સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય)
📝 પ્રવેશ પ્રક્રિયા
- ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- મેરિટ લિસ્ટ જાહેર થયા પછી પરિણામ તપાસો.
- પસંદગી મુજબ કોલેજ માટે ચોઇસ ફિલિંગ કરો.
- સીટ એલોટમેન્ટ પછી ફાળવેલી કોલેજ સ્વીકારો.
- કોલેજમાં રિપોર્ટિંગ કરીને પ્રવેશની પુષ્ટિ કરો.
🔔 મહત્વપૂર્ણ સૂચનાઓ
- અરજી ફોર્મ સંપૂર્ણ અને સાચી માહિતી સાથે ભરો.
- તમામ દસ્તાવેજો સ્પષ્ટ રીતે સ્કેન કરીને અપલોડ કરો.
- મેરિટ અને પ્રવેશ પ્રક્રિયા સરકારના નિયમો મુજબ કરવામાં આવશે.
- છેલ્લી તારીખ સુધી રાહ ન જોતા વહેલી તકે અરજી પૂર્ણ કરવી યોગ્ય રહેશે.
મહત્વની લિન્ક
🔗 PTC (D.El.Ed.) Admission 2026-27 માટે સુચના અને જાહેરાત જુઓ
🔗 PTC (D.El.Ed.) માટે ઓફીસિયલ વેબ્સાઇટ:
🔗 ઉમેદવારે ઓનલાઇન ફોર્મ ભરતા પહેલા તૈયાર રાખવાના જરૂરી દસ્તાવેજ
🔗 ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા
🔗 સ્વીકાર કેન્દ્રોની યાદી : DPE PTC
🔗 સમયપત્રક : અહીં જુઓ
📍 સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઇન ફોર્મ સુવિધા ઉપલબ્ધ
આ માહિતી તમારા મિત્રો સુધી જરૂર શેર કરો જેથી વધુ ઉમેદવારો લાભ લઈ શકે.

